GUJARAT
સાધલી ગામ ખાતે ગણેશજી ની શોભા યાત્રા નીકળી જેમાં ભાવિક ભક્તો ડીજે.ગરબા નાં તાલે ઝૂમી ઉઠ્યા
ફૈઝ ખત્રી..શિનોર શિનોર તાલુકાના સાધલી ગામે ગણપતિ બાપ્પા નાં દસ દિવસ નાં આતિથ્ય માણ્યા બાદ આજે ભાવિક ભકતો દ્વારા વાજતે ગાજતે ગણેશજી ને વિદાય આપવામાં આવી હતી. વાત કરીએ તો ગણેશ ચતુર્થી ના રોજ સાધલી નગર નાં મુખ્ય બજાર માં તેમજ પટેલ વાડી ચોરા પાસે મુકેશ ભાઈ માછીનાં ઘર પાસે તેમજ નવી નગરી.વિસ્તાર.લાલજી નગર તેમજ સાધલી નાં અલગ અલગ વિસ્તારોમાં ભક્તો દ્વારા ગણપતિ બાપ્પા ની સ્થાપના કરવામાં આવી હતી. આજરોજ દસ દિવસ નાં આતિથ્ય માણ્યા બાદ સાધલી નગર માં ડીજે .બેન્ડ ગરબા નાં તાલે ભક્તો દ્વારા ગણેશજી ને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. વરઘોડામાં મુખ્ય બજાર નાં યુવાનો મરાઠી ટોપી સાથે ટ્રેડીસનલ ડ્રેસમાં જોવા મળતા આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રૂપે શોભા યાત્રા માં સાધલી આઉટ પોસ્ટ નાં જમાદાર વર્ધાજી સહિત શિનોર પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતાં.






