તા.૦૫.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં પ્રજાજનોને પડતી વિવિધ મુશ્કેલીઓ જેવી રસ્તાઓ,પાણી,સ્વચ્છતા વિગેરે જેવા અનેક કામોની ગ્રામજનોએ લેખિત રજૂઆતો કરી
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લામાં પ્રજાજનોને પડતી વિવિધ મુશ્કેલીઓ જેવી રસ્તાઓ, પાણી, સ્વચ્છતા વિગેરે જેવા અનેક કામોની ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી આ મામલે સંબંધિ વિભાગાનો લેખિત રજુઆતો કરી આ તમામ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે રજુઆત કરવાની સાથે સાથે જાે રજુઆતોને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાની ચીમકી પણ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક તાલુકા સીટ પર જઈ ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા સહિત મીટીંગો કરવામાં આવી હતી જેમાં ગ્રામજનોના પડતી મુશ્કેલીઓ અને તેઓના પડતર પ્રશ્નો મામલે સ્થળ પર વિચાર વિમર્સ કર્યા બાદ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ, ટ્રાયબલ, પાણી પુરવઠા વિભાગ, વિદ્યુત વિભાગ વિગેરે જેવી સમસ્યાઓને લઈ આ સંબંધિત તંત્રને લેખિત રજઆત કરવામાં આવી છે. ખાસ કરીને ગ્રામજનોને રસ્તાઓની સુવિધાઓના અભાવે અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે ઉપરાંત ઘણા ગ્રામજનોના ઘરોમાં મીટરો પણ ન હોવાને કારણે તેઓને અંધારમાં રહેવાનો વારો પણ આવી રહ્યો છે. વધુમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામાના જણાવ્યાં અનુસાર, દાહોદ જિલ્લામાં નળ સે જળ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે જે મામલે પણ સંબંધિત તંત્રને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. ત્યારે આ તમામ સમસ્યાઓનું નિરાકરણ સંબંધિત વિભાગ દ્વારા કરવામાં નહીં આવે તો આગામી ૧૦ દિવસ બાદ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિને ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાની ફરજ પડશે, તેમ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામા દ્વારા જણાવ્યું છે