AHAVADANGGUJARAT

વિધાનસભા નાયબ દંડક વિજયભાઇ પટેલની ઉપસ્થિતમા પિપલદહાડ ખાતે રસ્તાના ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પિપલદહાડ થી જામનસોંઢા રોડ જે કુલ રૂપિયા ૨૧૭.૨૮ લાખના ખર્ચે નિર્માણ થનારા રસ્તાનુ કરાયું ખાતમુહૂર્ત  ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા તારીખ ૩૦ જાન્યુઆરીના રોજ સુબિર તાલુકાના પિપલદહાડ ખાતે પંચાયત, માર્ગ અને મકાન વિભાગના કુલ રૂપિયા ૨૧૭.૨૮ લાખના ખર્ચે નિર્માણ થનારા પિપલદહાડ થી જામનસોંઢા રસ્તાનુ ખાતમુહૂર્ત કરાયું હતું. સુબિર તાલુકા વિસ્તારના પ્રતિનિધિઓ તેમજ લોકો દ્વારા રસ્તાની માંગણીને ધ્યાને લઈ સુબિર તાલુકાના મહત્વના રસ્તાનું ખાતમુહર્ત કરાયું છે. જે રસ્તાઓ સ્થાનિક લોકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે તેમ વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે આ પ્રસંગ જણાવ્યું હતું.
સુબિર તાલુકાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોડ ચે.૦/૦ થી ૫/૬૬૦ કિ.મી જે કુલ ૨૧૭.૨૮ લાખના ખર્ચે નિર્માણ થનારા રસ્તાનુ,  સ્ટ્રેન્ધનીંગ એન્ડ રીસરર્ફેસીંગ ઓફ ફોરેસ્ટ રોડ પિપલદહાડ થી જામનસોંઢા રોડનું વિધાનસભા નાયબ દંડક શ્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના સદસ્યો, સુબિર તાલુકા પંચાયતના સદસ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!