GUJARATKHERGAMNAVSARI

વલસાડ : Macleods Pharma સરીગામ દ્વારા CSR ગ્રાન્ટ અંતર્ગત સરકારી પોલીટેકનિક વલસાડ ને રૂ.૨ લાખ નો ચેક આપવામાં આવ્યો.

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

સરકારી પોલીટેકનિક વલસાડ ને મિકેનિકલ વિભાગના લેબ ડેવલપમેન્ટ માટે CSR ગ્રાન્ટ અંતર્ગત Macleods Pharma સરીગામ ના પ્રતિનિધિ અભિજીત માને તેમજ કલ્પેશ વૈધ્ય દ્વારા રૂ. ૨ લાખ નો ચેક આચાર્ય શ્રી તેમજ હીરક મહોત્સવ ના કન્વીનર ડૉ. અમિત ધનેશ્વર ને આપવામાં આવ્યો. આ પ્રસંગે મિકેનિકલ વિભાગના ખાતાના વડા શ્રી બી એન પટેલ અને શ્રી એચ બી પટેલ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું. તેમજ કાર્યક્રમમાં સંસ્થાના સ્ટાફ શ્રી ટી બી પટેલ, શ્રી વી જે પટેલ હાજર રહ્યા. સંસ્થા અને વિભાગને મળેલ સહાય બદલ એમનો આચાર્ય શ્રી તેમજ મિકેનિકલ વિભાગના વડા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!