ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અરણેજ ખાતે પોષણ માહની ઉજવણી કરાઈ

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અરણેજ ખાતે પોષણ માહની ઉજવણી કરાઈ

તાહિર મેમણ – આણંદ – 07/10/2024 – રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ,બાળકો અને કિશોરીઓને પોષણ યુક્ત આહાર મળી રહે તે માટે રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન હેઠળ દર વર્ષે સપ્ટેમ્બર માહને પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે

જે અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજ ખાતે પોષણ માસની કરવામાં આવી હતી. પોષણ માહની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોની ખેડૂત મહિલાઓ, કિશોરીઓ અને શાળાના બાળકો માટે કેન્દ્ર તેમજ ગ્રામ્ય કક્ષાએ પોષણ અને સ્વાસ્થ્ય અંગે તાલીમ, સલાડ અને પોષ્ટિક વાનગી હરીફાઈ, વિડીયો શો, ઘર આંગણે પોષણ વાટિકા માટે શાકભાજીના છોડ તેમજ કિચન ગાર્ડન અને સ્વાસ્થ્ય સંબંધી સાહિત્યનું વિતરણ, સ્વચ્છતા અભિયાન જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણીમાં ૮૯ બાળકો, ૩૧ કિશોરીઓ અને ૨૭૭ મહિલાઓએ ભાગ લીધો હતો.

કેન્દ્રના વૈજ્ઞાનિક એચ. એચ.ચાવડા દ્વારા વિવિધ પ્રવતિઓનું સંચાલન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ડૉ. બી.એચ.પંચાલ.વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજ, કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓ હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!