દાહોદ નવજીવન આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ,ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષ સ્થાને બજેટ વિષય પર કાર્યક્રમ યોજાયો

તા.૧૩.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નવજીવન આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ,ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષ સ્થાને બજેટ વિષય પર કાર્યક્રમ યોજાયો
સ્વદેશી વસ્તુઓ અપનાવવા સાથે આત્મનિર્ભર ભારત બનવા તરફ આગળ ડગ માંડવાનું છે.-ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી બજેટ માં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવા ભાર મુકાયો છે-વક્તા ડૉ. શૈલેષ રાણાસરિયા નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષ સ્થાને તેમજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાથી આવેલ વક્તા ડૉ. શૈલેષ રાણાસરિયાની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ આ વર્ષના રજૂ થયેલા બજેટ ને ધ્યાને રાખીને એ અંગે કોમર્સના વિદ્યાર્થીઓ માહિતગાર થાય એ હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ દરમ્યાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન જે વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનું છે એ માટે સરકાર સતત પ્રયત્ન શીલ રહી છે. આ બજેટ થકી દેશના નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન મળ્યું છે. સ્વદેશી વસ્તુઓ અપનાવવા સાથે આત્મનિર્ભર ભારત બનવા તરફ આગળ ડગ માંડવાનું છે. સ્થાનિકોને રોજગારી મળી રહે એ માટે ખેતી, પશુપાલન, આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્વના મુદ્દાઓ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.વક્તા ડૉ. શૈલેષ રાણાસરિયાએ આ દરમ્યાન પોતાનું વક્તવ્ય આપતાં કહ્યું હતું કે, ભારતને વિકસિત બનાવવા માટે દેશનો યુવાધન આગળ આવે તે જરૂરી છે. આ વખતે બજેટમાં વિકસિત ભારત બનાવવા માટે વધુ ફોકસ કરવામાં આવ્યું છે. દેશના લોકો આત્મનિર્ભર બનશે ત્યારે આપણો દેશ વિકસિત બનવા તરફ આગળ વધશે. બજેટ અંગે વિસ્તાર પૂર્વક વિદ્યાર્થીઓને જણાવતાં એમણે AI ની પણ વાત જણાવતાં ઉમેર્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થકી રોજગારી મળતાં વિકાસને વેગ મળી શકશે. માટે સૌ યુવાધનો સ્વદેશી વસ્તુઓ અપનાવે, સ્થાનિક ગૃહ ઉદ્યોગોને વધારે મહત્વ આપવું જોઈએ. દેશના વિકાસ માટે શરૂઆત ગામડાંઓથી કરવી પડશે એ સપનું આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું છે એ સાકાર કરવા માટે સૌ વિદ્યાર્થીઓએ રસ લઈને પોતાનું ભવિષ્ય નક્કી કરવાનું છે.જો યુવાઓનું શિક્ષણ મજબૂત હશે તો દેશને વિકસિત થવામાં વાર લાગશે નહીં. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડૉ.મુકેશ ટગરીયાએ કર્યું હતું. આ નિમિતે કોમર્સ વિભાગના અધ્યક્ષ પ્રો. બી. કે. પટેલ, કોલેજ પ્રિન્સિપાલ ડૉ. એચ. કે. પંચાલ, કોલેજ સ્ટાફ, પદાધિકારીશ્રીઓ-અધિકારીઓ સહિત કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા





