આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે Intensified IEC Campeing અંતર્ગત એચઆઈવી/એઈડ્સ, ટીબી અને એડોલેશન હેલ્થ વિશે કાર્યક્રમ યોજાયો
23 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે આજરોજ તારીખ-23 ઓગસ્ટ 2024ના રોજ Intensified IEC Campeing અંતર્ગત આદર્શ વિદ્યાલય,વિસનગર ખાતે આઈસીટીસી કાઉન્સેલર દ્વારા એચઆઈવી/એઈડ્સ, 1097 હેલ્પલાઇન નંબર એસટીઆઈ/આરટીઆઈ, હિપેટાઈટિસ-બી અને સી તેમજ ટીબી અને એડોલેશન હેલ્થ વિશે આરોગ્ય વિષયક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આઈસીટીસી કાઉન્સેલર સુનિલ બી.જોષી, એસટીઆઈ કાઉન્સેલર જૈમિન ડી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું સુપરવાઈરશ્રી રાજુભાઈ પરીખ તથા શ્રી લવજીભાઈ ચૌધરી દ્વારા પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના અનુસંધાને આઈસીટીસી કાઉન્સેલર સુનિલ બી.જોષીએ એચઆઈવી/એઈડ્સ, એસટીઆઈ/આરટીઆઈ, હિપેટાઈટિસ-બી અને સી તેમજ ટીબી અને એડોલેશન હેલ્થ વગેરે રોગો વિશે તથા તેના ઉપચાર અને સાવચેતીના પગલાં વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરીને આરોગ્યપ્રદ તંદુરસ્તી માટે રોચક પ્રેરણા આપી હતી.આમ આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી ના માર્ગદર્શન નીચે તથા સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમ સફળ સફળ રહ્યો હતો.




