GUJARATKUTCHMANDAVI

જિલ્લાની તાલુકા પંચાયત કચેરીઓ ખાતે સ્વચ્છતા સંવાદનું આયોજન કરાયું.

હાથ ધોવાની રીત, બિનચેપી રોગ વિશેની વિસ્તૃત ચર્ચા, સ્વચ્છતા અને આરોગ્ય વિષયક જાણકારી અને સમજ આપવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ, તા -૦૧ ઓક્ટોબર : “ સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ ” અંતર્ગત કચ્છ જિલ્લામાં લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે અર્થે વિવિધ પ્રવૃત્તિ અંતર્ગત કચ્છ જિલ્લાની તમામ તાલુકા પંચાયત કચેરીઓ ખાતે સ્વચ્છતા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.ભચાઉ તાલુકા પંચાયત કચેરી, રાપર તાલુકા પંચાયત કચેરી, ગાંધીધામ તાલુકા પંચાયત કચેરી, નખત્રાણા તાલુકા પંચાયત કચેરી, મુંદરા તાલુકા પંચાયત કચેરી, અંજાર તાલુકા પંચાયત કચેરી, માંડવી તાલુકા પંચાયત કચેરી સહિતના સ્થળે યુવાઓ, રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ સાથે સ્વચ્છતા સંવાદ યોજાયો હતો. જેમાં હાથ ધોવાની રીત, બિનચેપી રોગ વિશેની વિસ્તૃત ચર્ચા તથા અન્ય સ્વચ્છતા અને આરોગ્ય વિષયક જાણકારી અને સમજ આપવામાં આવી હતી. તેમજ ગ્રામ પંચાયત કક્ષાએ સેનિટેશન તથા સફાઇ અંગે ગ્રામજનો સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!