GUJARATMORWA HADAFPANCHMAHAL

મોરવા હડફ દિવ્યા જ્યોત વિદ્યાલય ખાતે જૂની પેન્શન યોજનાને લઈને કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર રાગિણી દરજી મોરવા હડફ

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ દિવ્યા જ્યોત વિદ્યાલય ખાતે જૂની પેન્શન યોજનાને લઈને કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનુંદાનિત માદયમિક અને ઉચ્ચતર માદયમિક શાળાઓના પડતર પ્રશ્નો બાબતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકારશ્રીના તત્કાલીન મંત્રીઓની બનેલ કમિટી સાથે સમાધાન થયા મુજબ પડતર પ્રશ્નોના ઠરાવો-પરીપત્રો નહીં થતાં આજે તા.૧૧/૦૯/૨૦૨૩ને સોમવારના રોજ “ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ”ના આદેશાનુંસાર નીચેના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા (૧) તા.૧/૪/૨૦૦૫’ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓને “જૂની પેન્શન યોજના” લાગુ પાડતો પરીપત્ર કરવો (૨) વર્ધિત પેન્શન યોજના ધારકોને કેન્દ્રના ધોરણે સીપીએફ ૧૦% ફાળાની કપાત સામે સરકારનો ૧૪% ફાળો જમા કરવા પરીપત્ર કરવો (૩) વર્ધિત પેન્શન ધારકોને નિવૃતી સમયે ૩૦૦ રજાઓનું રોકડમાં રૂપાંતર આપવાના પરીપત્રનો અમલ કરવો(૪) આચાર્યોને તા.૫/૧/૬૫નો ઈજાફો આપવો (૫)વહીવટી કર્મચારીઓ ક્લાર્ક – પટાવાળાને બઢતી આપ્યા બાદ નવી “નિયમિત ભરતી” કરવી(૬)શિક્ષકો- ગ્રંથપાલ- ઉધોગ શિક્ષકોની “નિયમિત ભરતી” કરવી(૭)જૂના શિક્ષકોની સામેનો કોર્ટ કેસ પાછો ખેંચી લઈ તાત્કાલિક ભરતી કરવી(૮)સાતમાં પગાર પંચના તફાવતનો બાકી રહેલ પાંચમો હપ્તો તાત્કાલિક રોકડમાં ચુકવી આપવો વગેરે પ્રશ્નોના ઠરાવો નહીં થતાં અમારી દિવ્ય જ્યોત વિદ્યાલય; માતરીઆ(વેજમા)માં આઠમાં તબક્કા અનુંસાર શાળાની બહાર “થાળી વગાડવાનો કાર્યક્રમ” યોજવામાં આવેલ જેમા શાળાના સંચાલક આચાર્યશ્રી તથા માદયમિક અને ઉચ્ચતર માદયમિક શિક્ષકો તથા વહીવટી કર્મચારીઓએ “થાળી વગાડી” વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા ગામ જનો વગેરેનું દયાન દોરવા કાર્યક્રમ કરી કાર્યક્રમને સફળ બનાવેલ….

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!