DAHODGUJARAT

લીમખેડા તાલુકા ની ત્રણ શાળાઓના વિદ્યાર્થીઓ સાથે વ્યસન મુક્તિ અંગે નો કાર્યક્રમ યોજાયું

તા. ૦૯.૦૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડા તાલુકા ની ત્રણ શાળાઓ નાં વિદ્યાર્થીઓ સાથે વ્યસન મુક્તિ અંગે નો કાર્યક્રમ યોજાયું. આ અભિયાન ની આજ ની શરૂઆત

નૂતન માધ્યમિક શાળા થી ૧૧. ૩૦ કલાકે થઇ જેમાં નૂતન માધ્યમિક શાળા ખાતે ૧૯૬૫ થી ૨૦૦૨ સુધી આચાર્ય પદે સેવા આપ્યા બાદ પુનઃ પોતાની માતૃ સંસ્થા માં વિદ્યાર્થીઓ ને વ્યસનમુક્તિ અને સંસ્કાર યુક્ત જીવન જીવવાની કલા પર ભાર મૂક્યું. તેઓએ જણાવ્યું કે સંપતિ જરૂરી છે પણ સંસ્કાર નહિ હોય અને વ્યસન યુક્ત હશો તો સંપતિ રહેશે નહિ. તેઓ પોતાના નાં ખર્ચે 82 વર્ષ ની ઉમરે બસ માં મુસાફરી કરી ને આ અભિયાન માં યુવાન ને શરમાવે તેવા ભાવ સાથે જોડાયા હતા

એસ વી વિદ્યા સંકુલ નાં પ્રમુખ, દાહોદ જિલ્લા પંચાયત નાં સદસ્ય તેમજ વ્યસન મુક્તિ અભિયાન નાં સક્રિય સભ્ય સર્તન ભાઈ ચૌહાણે વિદ્યાર્થીઓ ને વ્યસન અને ફેશન થી દુર રહેવાનું જણાવ્યું . તેઓ એ પોતાની આગવી શૈલી માં સૌ ને મંત્ર મુગ્ધ કાર્ય હતા . દાહોદ જિલ્લા વ્યસન મુક્તિ અભિયાન નાં સંયોજક , ધાનપુર પાટડી નાં નિવૃત્ત આચાર્ય કૌશિક ભાઈ પિથાયા એ પણ ભાવ વાહી શૈલી માં નૂતન અને નાના માળ શાળા ખાતે સંબોધન કર્યું હતું . આ પ્રસંગે નૂતન શાળા ખાતે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ CRC દેસિંગ ભાઈ તડવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોતા ના જીવન ઘડતર માં ત્રણેય તબક્કે જે આચાર્ય સાહેબોએ યોગદાન આપ્યું તેઓ બધા ને એક સાથે મલી ને અભિભૂત થયા.

વડોદરા ખાતે રહી ને પણ દાહોદ જિલ્લા નાં શાળાઓ માં અભ્યાસ કરતા યુવાન દીકરા દીકરીઓ નું ભાવિ જીવન સુખી રહે , નિરોગી રહે એવા આશય થી આ અભિયાન ને વડોદરા થી દાહોદ સુધી સારી રીતે ચલાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતા લીમખેડા કોલેજ ના નિવૃત્ત આચાર્ય આર શર્મા એ ત્રણેય શાળાઓ નાં વિદ્યાર્થીઓ ને પ્રેરક વાર્તાલાપ આપ્યું

તેઓએ જણાવ્યું કે ગુજરાત સરકારે પણ વ્યસન મુક્તિ માટે જે કામગીરી કરી છે તે પ્રશનનનીય છે તેઓએ દાહોદ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગ નાં જિલ્લા શિક્ષણ અધિકરી દામા અને બારીયાનો પણ દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!