BANASKANTHAGUJARATPALANPUR

જગાણા ખાતે બ્રહમાકુમારી નિમિત્તે કાર્યક્રમ યોજાયો

20 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જગાણા ખાતે બ્રહમાકુમારી નિમિત્તે કાર્યક્રમ યોજાયો
પાલનપુર તાલુકાના જગાણાના ગુરુમહારાજના મંદિર ના પરિસરમાં બ્રહમાકુમારીએ શિવરાત્રી નિમિત્તે ભારતીબેનના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો તેમાં શિવરાત્રીનું મહત્વ અને પ્રાકૃતિક ખેતી, વ્યસનમુક્તિ વિશે વિસ્સૃત ચર્ચા કરવામાં આવી હતી અને લોકોને સારી સમજણ પુરી પાડી હતી આ પ્રસંગે ગુરૂમહારાજના પુજારી ચંદનગીરી,ભેમજીભાઇ ચૌધરી, દેવજીભાઇ રામાતર, કેશરભાઇ લોહ,દિલીપભાઇ કરેણ જેવા ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા
આ કાર્યક્રમ આશાબેન નાઇ અને આશિષભાઇ નાઇ દ્વારા ગોઠવવામાં આવ્યો હતો
આભારવિધિ રતીભાઇ લોહે કરી હતી આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સુંદર રીતે આ કાર્યક્રમ સફળ થયો હતો

Back to top button
error: Content is protected !!