
વાત્સલ્યણ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.
રાપર,તા-૦૯ સપ્ટેમ્બર : ICDS વિભાગ અંતર્ગત ઊજવવામાં આવી રહેલા પોષણ માસમાં રાપર તાલુકામાં “ગણપતિ મહોત્સવ” ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સાતમાં પોષણ માસ -૨૦૨૪ની ઉજવણીરૂપે ગણેશ ચતુર્થીના પાવન દિવસે રાપર શહેરના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણ ગણપતિ બનાવીને પોષણમાસની રેલી સાથે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સારા સ્વાસ્થ્ય માટે લોકોને મેઘધનુષ્ય આહાર લેવો જોઈએ અને તે માટે સાત આહાર જૂથ વિશેની સમજ આપવામાં આવી હતી. આઇસીડીએસ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થી બહેનો તેમજ આંગણવાડી કાર્યકરો દ્વારા પોષણ ગણપતિ સરળ સ્થાનિક રીતે મળતા ધાન્ય, શાકભાજી, ફળ, કઠોળ, તેલીબીયાથી બનાવવામાં આવ્યા હતા. ગણપતિને ચડાવેલા લાડુમાં આંગણવાડીમાં આપવામાં આવતા THR(ટેક હોમ રાશન) મિલેટસ તેમજ દૂધ અને દુધની બનાવટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ ઉજવણીમાં બહોળી સંખ્યામાં લાભાર્થી અને નાગરિકો જોડાયા હતા. પોષણ માસના જન આંદોલનના હેતુને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાનો એક સરાહનીય પ્રયાસ ICDS ઘટક રાપર-૧ ના સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારીશ્રી તેમજ સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો.







