
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
શામળાજી પૂનમ દર્શને જતા બાઈક સવાર ત્રણ યુવકોને નડ્યો અકસ્માત,1 નું મોત
ગત રાત્રીના સમયે પૂનમ માટે દર્શન માટે નિકરેલા યુવકોને અકસ્માત નડ્યો હતો જેમાં 1 યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેમાં ખેરંચા નજીક અજાણ્યા વાહને રાત્રીના અંધકારમા યુવકને ટક્કર મારતો અકસ્માત સર્જાયો હતો અકસ્માતમા ઘટનાસ્થળે જ એકનું કમકમાટી ભર્યું મોત થયું હતું અન્ય બે યુવકો ઈજાગ્રસ્ત બન્યા હતા અને સારવાર હેઠળ ખસેડાયા હતા ઈજાગ્રસ્ત યુવકો પણ વોલ્વા ના હોવાની પ્રાથમિક વિગત સામે આવી હતી મૃતક અને ઈજાગ્રસ્ત યુવકો પૈકી એક ને મોડાસાની ખાનગી હોસ્પિટલમા ખસેડાયો હતો જયારે અન્ય એક ને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી મૃતક યુવકની લાશશ ને પીએમ અર્થ એ ખસેડાઈ હતી સમગ્ર ઘટના ને લઇ ટીંટોઈ પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન સામે ગુનો દાખલ કર્યો હતો





