મદન વૈષ્ણવ દાદરા નગરહવેલી, દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ડાંગ જિલ્લાના સાપુતારાની તળેટીમાં આવેલ સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ શાળાની ખાસ મુલાકાત લીધી હતી.પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું વિદ્યાર્થીઓ દ્વારા પાવરી વાદન સાથે પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓની શિસ્ત, સંસ્કાર અને અભ્યાસમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ જાણીને તેઓ અત્યંત પ્રસન્ન થયા હતા. આ મુલાકાત દરમિયાન, તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વાતો કહી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામના પ.પૂ. પી.પી. સ્વામીજી, ટ્રસ્ટીઓ અને શાળાનો સમગ્ર સ્ટાફ,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા..