
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અન્વયે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લંચ વિથ લાડલી, અનાથ દીકરીઓને શૈક્ષણિક કીટનું વિતરણ, પ્રિ અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ સેન્ટરનું ઉદઘાટન, કિશોરીઓના આરોગ્ય તપાસ કાર્યક્રમ યોજાયા હતાં.આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર તથા જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પલવીબેન ઠાકર તથા બાળ કલ્યાણ સમિતિ જૂનાગઢના ચેરમેન શ્રી ગીતાબેન માલમ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી.સોજીત્રા તથા અધિકારી સહ રક્ષણ અધિકારી બી.ડી.ભાડ તેમજ મેડીકોલ ઓફિસર શ્રી ધર્મેશભાઈ કાલરીયા તથા વિવિધ ક્ષેત્રની અગ્રેસર મહિલાઓ તથા દીકરીઓ સમગ્ર કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં અગ્રેસર મહિલાઓનું સન્માન તથા દીકરીના જન્મને વધારવા માટે દીકરી વધામણા કીટનું વિતરણ તથા વહાલી દિકરી યોજનાના મંજૂરી હુકમનો વિતરણ તથા ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીને સહાયનું મંજૂરી હુકમ તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાયના લાભાર્થીને મંજૂરી હુકમ તથા અનાથ દીકરીઓને શૈક્ષણિક કીટનું વિતરણ મહાનુભાવો હસ્તે કરવામાં આવેલ હતું અને મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ હતું
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ







