GUJARAT
ડભોઇ એસ ટી વિભાગ તેમજ નસવાડી મોડલ સ્કૂલનાં સૈયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ફૈઝ ખત્રી..શિનોર વડોદરા જિલ્લાના ડભોઇ એસ ટી વિભાગ તેમજ નસવાડી નસવાડી મોડલ સ્કૂલ ના સૈયુકત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન મિશન ને વેગવંતુ બનાવવા માટે નસવાડી મોડલ સ્કૂલ ના વિધાર્થીઓએ ડભોઇ એસ ટી ડેપો ખાતે પ્લે કાર્ડ સાથે નાટ્ય રૂપાંતર કરી લોકોને સ્વચ્છ ભારત મિશન નો અનોખો સંદેશ પાઠવ્યો હતો. સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અભિયાન અનુરૂપે તા.૨૧/૯/૨૦૨૪ ના રોજ ડભોઇ ડેપો ખાતે નસવાડી મોડલ સ્કૂલ ના આચાર્ય શ્રી હષીદાબેન વાળા.ના સહયોગ થી તેમજ સ્કૂલ ના શિક્ષક શ્રી એકતા બેન.એચ.વરીયા આરતીબેન પી મહેશ્ર્વરી.ડેપો મેનેજર શ્રી એસ.વી.સોલંકી ત્રણ યુનિયન હોદેદારો તેમજ ડેપો ના કમૅચારીઓ ઉપસ્થિતિ માં આ કાર્યક્રમ યોજાયો હતો. નસવાડી મોડલ સ્કૂલ ના વિધાર્થી ઓ દ્વારા શેરી નાટક કરી તેમજ લોકોને શપથ લેવડાવી સ્વચ્છતા સંદેશ નો અનોખો સંદેશ પાઠવ્યો હતો.








