
ઝઘડિયા તાલુકાના માલજીપુરા ખાતે પૂર્વ ધારાસભ્ય છોટુભાઈના વસાવા જન્મ દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો..
પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા છોટુભાઈ વસાવા ને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના રાષ્ટ્ર અધ્યક્ષ તરીકે ની જાહેરાત કરવામાં આવી હતી.
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના માલજીપુરા ખાતે ઝઘડીયા વિધાન સભાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા છોટુભાઈ વસાવાના 81મા જન્મ દિવસ નિમિતે એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા મોટી સંખ્યામાં તેઓના સમર્થકો ઉપસ્થિત રહી જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી હતી.આ કાર્યક્રમ માં ભારતીય ટ્રાઈબલ પાર્ટીના કાર્યકારી રાષ્ટ્ર અધ્યક્ષ વેલારામ ગોગરા દ્વારા મહત્વ ની જાહેરાત કરાઈ હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા છોટુભાઈ વસાવા ને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના રાષ્ટ્ર અધ્યક્ષ તરીકે ની જાહેરાત કરવામાં આવી હતી. અને તેઓને BTP ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા જાહેર મંચ પરથી ટેકો જાહેર કરવામાં આવ્યો હતો છોટુ ભાઈ વસાવા ને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ની જાહેરાત કરાતા તેઓ ના સમર્થકો મા ખુશી વ્યાપી જવા પામી હતી .
ઈરફાનખત્રી
રાજપારડી



