મોબાઇલ ફોનની ચોરીનો ગણતરીના દિવસોમાં CEIR પોર્ટલ આધારે ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી વિજયનગર પોલીસ
અહેવાલ:- પ્રતિક ભોઈ
વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ મોબાઇલ ફોનની ચોરીનો ગણતરીના દિવસોમાં CEIR પોર્ટલ આધારે ભેદ ઉકેલી આરોપીને મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૨૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વિજયનગર પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ નાઓએ મિલકત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય, જે આધારે વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશેક દિવસ અગાઉ ફરીયાદીનો ONE PLUS કપંનીનો 11 5G મોડલનો મોબાઇલ ફોન ચોરાયેલ હતો. જે આધારે વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે ઇ એફ.આઇ.આર. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૫૫૨૫૦૪૧૨/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો. જે મોબાઇલ ફોનનો ડેટા CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી ટ્રેકીંગમાં મુકેલ હતો. જે ફોન એક્ટીવેટ થતા મોબાઇલ ડિટેઇલ્સ કઢાવી એનાલિસીસ કરતા સદર ફોન સુભાષભાઇ સુરમાજી ભગોરા રહે,આંતરી તા.વિજયનગર જી.સાબરકાંઠા વાળાની પાસે હોવાનું જણાઇ આવતા સદરી ઇસમ સુભાષભાઇ સુરમાજી ભગોરા રહે,આંતરી તા.વિજયનગર જી.સાબરકાંઠા વાળાને વિજયનગર પોલીસ સ્ટેશન લાવી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૨૫,૦૦૦ /- નો CEIR પોર્ટલ આધારે રિકવર કરવામાં વિજયનગર પોલીસને સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
(૧) શ્રી એ.વી.જોષી પોલીસ સબ ઇન્સ્પેક્ટર
(૨) અ.હેડ.કોન્સ. જયદિપભાઇ દિનેશચંદ્ર
(૩) અ.પો.કોન્સ. નકુલકુમાર લલિતભાઈ
(૪) અ.પો.કોન્સ. દિનેશભાઇ નારણભાઇ
(૫) I.T. એક્ષ્પર્ટ દર્શનકુમાર પરસોત્તમભાઇ