નરેશપરમાર.કરજણ,
કરજણ તાલુકામાં રૂા.૧૩.૪૦ કરોડના વિવિધકામોનું ખાતમુહૂર્ત
કરજણ તાલુકામાં રવિવારના રોજ 13.40 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું.
કરજણ તાલુકાના ગામોમાં ગુજરાત સરકારની વિવિધ રૂા.૧૩.૪૦ કરોડની ગ્રાન્ટો માથી વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરજણ- શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા કરાયું હતું. જેમાં માલોદથી નારેશ્વર રોડ રૂા.૧૧ કરોડના ખર્ચે બનનાર છે. જ્યારે તાલુકાના નાગરિકોની જનસુખાકારીમાં વધારો કરવામાં સંકલ્પ સાથે માંકણ પ્રાથમિક શાળા મકાન, માંકણ ગ્રામ પંચાયત ઘર, માંકણ થી વલણ ને જોડતો રોડ અને માંકણ ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહુર્ત કર્યું, આ વિકાસ કાર્યો અંદાજિત 2.40 કરોડના ખર્ચે થશે.સાથે ચૂંટાયેલ જનપ્રતિનિધિશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ગ્રામ્ય આગેવાનશ્રીઓ અને ગ્રામજનો સહભાગી થયા.