GUJARATJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ માટે ગૌરવની ક્ષણ! હવે વિદેશી ડોક્ટરો આપણા શહેરમાં આવીને ડૉ. કેતન પરમાર પાસે સર્જરી શીખશે

જૂનાગઢનું ગૌરવ : ડૉ. કેતન પરમારની સર્જરી પદ્ધતિની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ

ગ્લોબલ ફલક પર ચમક્યું જૂનાગઢ: ડૉ. કેતન પરમારની ‘વર્લ્ડ રેકોર્ડ’ સર્જરીની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
​જૂનાગઢ : શહેર અને સમગ્ર ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ ઘટનામાં, શહેરના પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડૉ. કેતન પરમારને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન પ્રાપ્ત થયું છે. તાજેતરમાં જયપુર ખાતે યોજાયેલી એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઓર્થોપેડિક કોન્ફરન્સમાં ડૉ. કેતન પરમારની વિશેષ ઉપસ્થિતિ અને તેમની કામગીરી ચર્ચાના કેન્દ્રમાં રહી હતી.
​આ કોન્ફરન્સમાં વિશ્વભરના નામાંકિત ઓર્થોપેડિક નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. કેતન પરમાર દ્વારા રજૂ કરવામાં આવેલ અનોખા અને ‘વર્લ્ડ રેકોર્ડ’ ધરાવતા ઓર્થોપેડિક ઓપરેશનની વિગતો જોઈને આંતરરાષ્ટ્રીય તબીબો પણ પ્રભાવિત થયા હતા. ઉપસ્થિત દિગ્ગજ તબીબોએ ડૉ. કેતન પરમારની સર્જરી ટેક્નિક, તેમના નવીન અભિગમ અને દર્દી-કેન્દ્રિત સારવાર પદ્ધતિની મુક્ત મને પ્રશંસા કરી હતી.
​સૌથી મહત્વની બાબત એ છે કે, ડૉ. કેતન પરમારની આ અદ્વિતીય સિદ્ધિથી પ્રભાવિત થઈને હવે વિશ્વના વિવિધ દેશોના તબીબોએ તેમની પાસેથી શીખવાની તૈયારી દર્શાવી છે. આગામી સમયમાં વિદેશી તબીબો ખાસ જૂનાગઢ આવીને ડૉ. કેતન પરમારના માર્ગદર્શન હેઠળ તેમની આધુનિક સર્જરી પદ્ધતિઓનો અભ્યાસ કરશે.
​આ સિદ્ધિ માત્ર ડૉ. કેતન પરમારની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ તે જૂનાગઢ અને ગુજરાતના તબીબી ક્ષેત્ર માટે પણ એક ઐતિહાસિક ક્ષણ છે. ડૉ. પરમારની આ સિદ્ધિએ ભારતીય તબીબી કૌશલ્યને વૈશ્વિક ફલક પર મજબૂત ઓળખ અપાવી છે.

Back to top button
error: Content is protected !!