Dhoraji: ધોરાજી તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તકના છ માર્ગોનું પૂરજોશમાં ચાલતું રિપેરિંગ
તા.૨૩/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Dhoraji: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી મળેલી સૂચના મુજબ વરસાદથી ક્ષતિગ્રસ્ત બનેલા માર્ગોનું હાલ પૂરજોશમાં રિપેરિંગ ચાલી રહ્યું છે અને રસ્તાઓને મોટરેબલ બનાવવામાં આવી રહ્યા છે. ધોરાજી તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તકના છ માર્ગો પર હાલમાં યુદ્ધના ધોરણે સમારકામ ચાલી રહ્યું છે.
રાજકોટ જિલ્લામાં તાજેતરના દિવસોમાં ધોરાજી તાલુકામાં પડેલા ધોધમાર વરસાદના કારણે છ રસ્તામાં નાના-મોટા ખાડા પડી ગયા છે. આ માર્ગોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં (૧) નાની-મારડ નાગલખડા હાડફોડીને જોડતા ૬.૮૦ કિ.મી.ના માર્ગમાં ૩૦૦ મીટરમાં ક્ષતિ સામે આવી છે. (૨) ઉદકીયા ગોલાધરના ૨ કિ.મી.ના માર્ગમાં ૧૦૦ મીટરમાં ખાડા જોવામાં આવ્યા છે. (૩) ભાડેર વેલારીયા ચીચોડના પાંચ કિ.મી.ના માર્ગમાં ૨૦૦ મીટર જેટલી ક્ષતિ સામે આવી છે. (૪) મોટી મારડ ચીખલીયાના ૭.૫૦ કિ.મી.ના માર્ગમાં ૨૦૦ મીટર જેટલા વિસ્તારમાં નાના ખાડાઓ થયા છે. (૫) નાની પરબડી સાંકળીના ૧.૬૦ કિ.મી.ના માર્ગમાં ૧૦૦ મીટરમાં ક્ષતિ થઈ છે. આ તમામ રોડ પર તત્કાલ રિપેરિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને ૩૦મી જુલાઈ સુધીમાં પૂર્ણ કરી દેવાના આયોજન સાથે કામગીરી ચાલી રહી છે.