તા.૧૨.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dhanpur:ધાનપુર તાલુકાના ધાનપુર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે રક્તપિત્ત અંગે જન જાગૃતિ કાર્યકમ યોજાયો
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત તથા જિલ્લા રક્તપિત્ત અધિકારી ડૉ.આર.ડી.પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.બી.પી.રમન ના માર્ગદર્શન હેઠળ હાલમાં સ્પર્શ લેપ્રસી અવરનેશ પ્રોગ્રામ અંતર્ગત ધાનપુર ખાતે પ્રચાર -પ્રસાર કરવામાં આવ્યો. જેમા પ્રા.આ.કે. રાછવા ના સ્ટાફ તેમજ RBSK ટીમ તથા લેપ્રસી ,ટી.બી.મેલેરીયા, સુપરવાઈઝર તેમજ સિકલસેલ,એચ.આઈ.વી. કાઉન્સેલર તેમજ પ્રા.આ.કે . રાછવા ફિલ્ડ સ્ટાફ ની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ દ્વારા સ્પર્શ લેપ્રસી અવરેનેશ કેમ્પેઈન , ની ઉજવણી કરવામાં આવી.જેમાં તારીખ -૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી સુધી લેપ્રસી, ટીબી , મેલેરિયા, સિકલસેલ,એચ.આઈ.વી વિશે લોકોમાં જન જાગૃતિ ફેલાય તે માટે જુદી જુદી જગ્યાએ જેમ કે હાટ બજાર, સ્કૂલો, કોલેજ ગામ ની અંદર પ્રચાર -પ્રસાર માટે વિવિધ પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવ્યું હતુ .જેમાં પત્રિકા વિતરણ કરવામાં આવી અને વન ટુ વન માહિતી આપવામા આવી