BHARUCHGUJARATNETRANG

નેત્રંગ ના થવા ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જનજાગૃતિ સેમિનારનું ભવ્ય આયોજન કરી.

ગુજરાત રાજ્યનો સૌ પ્રથમ અને મોટો મહિલાઓની સુરક્ષા,સાયબર અને ટ્રાફિક જાગૃતિ સેમિનાર યોજાયો...

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

ભરૂચના નેત્રંગની એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મહિલા સુરક્ષા, સાયબર અવેરનેસ અને ટ્રાફિક જાગૃતિ અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

નેત્રંગ તાલુકાના થવાના એકલવ્ય સાધના ઉતર બુનિયાદી શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ સંબંધિત ગુના, વુમન સેફટી,બેડ ટચ ગુડ ટચ ,સાઇબર એવરનેસ, ટ્રાફિક એવરનેશ, એનડીપીએસ ડ્રગ્સ બાબતે સેમિનારનું ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ૭૦૦ થી વધારે વિદ્યાર્થીનીઓએ લાભ લઇ માર્ગદર્શન મેળવ્યું હતું.આ સેમીનારમાં મુખ્ય વ્યકતા તરીકે મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી આહીર, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ભાવસિંગ વસાવા અને સાયબર ક્રાઇમ પોલીસના મલકેશ ગોહીલે વિસ્તૃત માહિતી આપી હતી.

 

આ સેમિનારમાં શાળાના સ્થાપક માનસિંગ માંગરોલા,ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માગરોલા સહિત શાળાના આચાર્ય પ્રવિણભાઈ પટેલ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ મહિલાઓ સંબંધિત ગુના, વુમન સેફટી,બેડ ટચ ગુડ ટચ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ સાઇબર એવરનેસ અને ભરૂચ જિલ્લામાં સાઈબર ફ્રોડના હાલમાં જ બે કરોડથી વધુ રૂપિયા રિકવર કરી લોકોને જિલ્લા પોલીસ વિભાગે પરત કર્યા છે જે એક મોટી કામગીરી છે. તેઓએ વિદ્યાર્થીઓને સોશ્યલ મીડિયાનો સાવચેતી પૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી

Back to top button
error: Content is protected !!