ઓગડ તાલુકાના થરામા કોંગ્રેસ ની જનઆક્રોશ રેલી અને સભા યોજાઈ..
ઓગડ તાલુકાના થરામા કોંગ્રેસ ની જનઆક્રોશ રેલી અને સભા યોજાઈ..
ઓગડ તાલુકાના થરામા કોંગ્રેસ ની જનઆક્રોશ રેલી અને સભા યોજાઈ..
બનાસકાંઠાના નવરચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ નું આયોજન કરાયું હતું તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.થરા ખાતે રત્નાકર શોપિંગ સેન્ટર થી ખાતેથી રવિવારે સવારે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, ઉત્તર ગુજરાત કોંગ્રેસ પ્રભારી સુભાષિની યાદવ,પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર,સાંસદ ગેનીબેન ઠાકોર ,વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિહ રાજપૂત,કાંકરેજ ધારાસભ્ય અમૃત ઠાકોર,દાંતા ધારાસભ્ય કાન્તિ ખરાડી સહિત ની ઉપસ્થિતિમાં જન આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું રેલી બાદ જન આક્રોશ સભા યોજાઈ હતી.આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કેચાલુ સરકારમાં પ્રજાની માગણીઓ પૂરી થતી નથી અત્યારે મુખ્ય માંગણી ગામ થી ગામના રસ્તા બન્યા નથી ૨૦૦ ગામોના રોડની માંગણીઓ હોવી જોઈએ તેના બદલે લિમિટેડ રોડ કરવામાં આવે છે.સરકારે ધાર્યું હોત તો ૨૦૧૭ ના ફલ્ડ માં પેકેજ આપ્યું હોત તો બધા રસ્તા બની ગયા હોત અત્યારે બનાસકાંઠાના પૂરમાં સરકાર દ્વારા ખેડૂતોને ટેક્નોલોજીનો દુરપયોગના કારણે અને માપણી ખોટી હોય સર્વે અને માપણી ખોટી કરી ખેડૂતોને અન્યાય કર્યો છે અને વળતર આપ્યું નથી આમ પ્રજાને હેરાન ગતિ અને નિર્વાચન નો દુરપયોગ કરી વોટ ચોરી કરતા હોવાથી મુખ્ય મુદ્દો વોટ ચોર છે,ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા એ જણાવ્યું હતું કે થરા માં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ફૂટ ફૂટ ઊંડા ખાડા હોવાના કારણે જન આક્રોશ રેલી હાઈવે પરથી કાઢવી પડી છે.ગામે ગામ રોડ ઉપર ખાડા છે સરકાર ખાડામાં ગઈ છે અત્યારે કોઈ ચૂંટણી નથી પરંતુ લોકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે વિધાનસભા વિસ્તાર પ્રમાણે જન આક્રોશ રેલી અને સભા નું આયોજન કરાયું છે અને જનતા ના મતથી સરકાર બને છે ત્યારે અને બંધારણ મુજબ બધા સરખા હોવાના શપથ સરકાર લે છે અને પ્રજાના કામ કરવા ભેદભાવ ન હોવો જોઈએ આવનારા દિવસોમાં અમે વોટ ચોરી કરનારા ચોરોને ખુલ્લા પાડશું દાદાનું બુલડોઝર કોઈ ઉધોગપતિના દબાણ ઉપર ચાલતું નથી પરંતુ ગરીબ અને લાચાર પરિવાર ના ઘર ઉપર ફેરવે છે ભાજપ ના મળતિયા કોન્ટ્રાક્ટરો ને કામ આપવા સરકાર ભરતી કરતું નથી બનાસકાંઠામાં પૂર આવ્યા પછી હજી કોઈ સહાય નું ઠેકાણું નથી સી આર પાટીલ ના વિસ્તારમાં અમે વોટ ચોરી પકડી છે તેમ જણાવ્યું હતું આ જન આક્રોશ સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
9979521530