CHHOTA UDAIPURGUJARATNASAVADI
નસવાડી તાલુકાના ધામસીયા ગામે જય અંબે શાળામાં નવરાત્રી ના પાવન અવસર નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું

મૂકેશ પરમાર,,નસવાડી
નસવાડી તાલુકાના ધામસીયા ગામે જય અંબે શાળા આવેલી છે જેમાં 600 થી વધુ બાળકો અભ્યાસ કરે છે જ્યારે શાળા પરિવાર દ્વારા દરેક પર્વની ઉત્સાહ ભેર ઉજવણી શાળામાં કરવામાં આવે છે ત્યારે શાળા પરિવાર દ્વારા નવરાત્રી નાં પાવન અવસરે શાળામાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો સવાર થીજ સજી ધજી ને રંગ બે રંગી કપડાં પહેરી શાળામાં પહોંચ્યા હતા.જ્યારે માં અંબે ની આરતી ઉતારી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં બાળકો મન મૂકીને ગરબે ગુમ્યાં હતા જયારે વિદ્યાર્થીઓ સાથે સાથે શિક્ષકો પણ ગરબે ગુમ્યા હતા. શાળા પરિવાર દ્વારા બાળકો માટે રાસ ગરબાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.





