ભાકડીયાલ ગામે ખુલ્લેઆમ દારૂનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ
બોક્સ.અમે પોલીસ ને હપ્તા ભરીએ છીએ અમને પોલીસ કઈ ન કરે: બુટલેગરો

વાત્સલ્યમ્ સમાચાર થરાદ બનાસકાંઠા
લાખણી તાલુકાના ભાકડીયાલ ગામે આગથળા પોલીસ સ્ટેશન ની હદમાં દારૂનું ખુલ્લેઆમ પોલીસ ની રહેમ હેઠળ વેચાણ થઈ રહ્યું છે. જેમાં ભાકડીયાલ ગામે દારૂના અડ્ડાઓ પર દારૂડિયાઓ ખુલ્લેઆમ દારૂ પઈને ગામમાં ભૂંડી ગાળો બોલી ગામ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે જેમાં દારૂડિયા ઓ દ્વારા દારૂ પઈને શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખરાબ શબ્દો બોલી બાળકોને પરેશાન કરી રહ્યા છે જ્યારે ગામ લોકો બૂટલેગરો ને કહેવા જાય ત્યારે બૂટલેગરો દ્વારા જણાવવામાં આવે છે કે અમે પોલીસ ને દર મહિને હપ્તા ભરી એ છીએ અમારો પોલીસ દારૂ બંધ તો શું પણ અમારી ગાડી પણ રોકી ન શકે તો શું પોલીસ બૂટલેગરો ને છાવરી રહી છે જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો આગથળા પોલીસ સ્ટેશન ખાતે મૌખીક રજૂઆત કરી ને જણાવ્યું કે જો અમારા ભાકડીયાલ ગામે દારૂ બંધ નહિ થાય તો અમે ગાંધી ચીંધ્યામાર્ગે જઈ રજૂઆત કરીશું




