GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના ગોવિંદપુરા જૂથ પંચાયત ના પાલીકા મા સમાવેશ ના વિરોધ મા જૂથ પંચાયત બચાવો અંતર્ગત રેલી નીકળી

વિજાપુર તાલુકાના ગોવિંદપુરા જૂથ પંચાયત ના પાલીકા મા સમાવેશ ના વિરોધ મા જૂથ પંચાયત બચાવો અંતર્ગત રેલી નીકળી

oppo_0
oppo_0

મામલતદાર ને સાત પરા વિસ્તારના નાગરીકો આવેદનપત્ર આપ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગોવિંદપુરા જૂથ પંચાયત ને પાલીકા મા સમાવેશ કરવા બાબતે જૂથ પંચાયત હદ વિસ્તાર ના સાત પરા વિસ્તારના નાગરીકો એ જૂથ પંચાયત બચાવો અને જૂથ પંચાયત ની અલગ માંગણીઓ સાથે રેલી સ્વરૂપે મામલતદાર કચેરી એ રેલી સ્વરૂપે જઈ આવેદનપત્ર સુપ્રદ કર્યું હતું. જો પંચાયત ને અલગ સ્થાન આપવા નહિ આવે અને જૂથ પંચાયત ને પાલીકા મા સમાવેશ કરવા આવશે તો આગામી દિવસો મા પરા વિસ્તારના લોકો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ગોવિંદપુરા જૂથ પંચાયત હદ વિસ્તાર માં ૧૨૨ સોસાયટી આવેલી છે તેમજ સાત પરા ભેગા થઈ તાલુકા ની મોટી પંચાયત બની હતી. જેમાં ૧૯ સોસાયટીઓ જ પાલીકા મા જોડાવવા તૈયાર છે બાકીની સોસાયટી જોડાવવા માંગતી નથી હાલ માં સરકાર દ્વારા આગામી ચૂંટણી ઓ પહેલા જૂથ પંચાયત ને પાલીકા મા સમાવેશ બાબતે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમા હાલમાં વહીવટદાર તેમજ તલાટી દ્વારા સમાવેશ બાબતે કાર્યવાહી હાથ ધરી હતી. જેના અનુસંધાન મા સાત પરા વિસ્તાર ના એક હજાર ઉપરાંત લોકો ટીબી વિસ્તાર માં ભેગા થઈ જૂથ પંચાયત ની અલગ માંગણી તેમજ જૂથ પંચાયત ને પાલીકા સમાવેશ નહિ કરવા જંગ છેડાયો હતો મામલતદાર શૈલેષ સિંહ બારીયા ને આવેદન પત્ર આપતા જણાવાયું હતુકે પાલીકા મા ૧૯ સોસાયટી જોડાવવા માંગે તે સિવાય અન્ય સોસાયટી જોડાવવા માંગતી નથી તેમજ જે ઠરાવો કર્યા છે તે દબાણ હેઠળ કરવા મા આવ્યા છે અગાઉ જોડાણ બાબતે મુદ્દો ઊપસ્થિત કર્યો હતો ત્યારબાદ ફરી મુદ્દો ઊભો કરી જૂથ પંચાયત હદ વિસ્તાર નો પ્રશ્ન ઊભો કરી રહીશો પર દબાણ કરી પંચાયત ઉપર દબાણ કરવા મા આવે છે જૂથ પંચાયત ના અમો પરા વિસ્તાર અને ૧૯ સોસાયટી સહિત પાલીકા મા જોડાવવા માંગતા નથી અમોને અલગ પંચાયત આપો અને પાલીકા સમાવેશ નહિ કરવો તેવો આક્રોશ ઠાલવ્યો હતો. જો જૂથ પંચાયત ને પાલીકા મા સમાવેશ કરવા મા આવશે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરી વિરોધ કરવા મા આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Back to top button
error: Content is protected !!