હાલોલમાં સુવર્ણ જયંતી મહોત્સવ અંતર્ગત ભગિની સંસ્થાઓ દ્વારા રેલી યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૪.૧૨.૨૦૨૫
હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ શ્રી હાલોલ મહાજન ઊંચ્ચ શિક્ષણ મંડળ હાલોલ તથા એમ.એન્ડ વી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આગામી તા.29 ડિસેમ્બર સોમવારના રોજ કોલેજ કેમ્પસ ખાતે સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવવા જઇ રહ્યું છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે આજે બુધવારના રોજ હાલોલ નગરમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજ ખાતે થી આ રેલી નીકળી હતી અને નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હાલોલ કણજરી રોડ પર રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે શ્રી હાલોલ મહાજન ઊંચ્ચ શિક્ષણ મંડળના પ્રમુખ પ્રફુલચંદ્ર એમ શાહ,શાળાના માનદ મંત્રી સમીરભાઈ શાહ,એમ.એન્ડ વી , આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના આચાર્ય ડૉ.યશવંત શર્મા તેમજ શાળાના ટ્રસ્ટી મુકુંદભાઈ તેમજ સભ્ય અતુલભાઈ શેઠ સહિત નગરના અગ્રણીઓ અને સ્કૂલના વિધાર્થીઓ તેમજ શિક્ષકો આ રેલીમાં જોડાયા હતા જેને લઈને એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.












