અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જય બાપુ,જય ભીમ,જય સંવિધાનના નારા સાથે, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી.
જય બાપુ,,, જય ભીમ,,, જય સંવિધાનના નારા સાથે, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી… મોડાસા નવ બસ સ્ટેશન ખાતે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, રેલી યોજવામાં આવી હતી,,, સંવિધાન બચાવોના નારા સાથે રેલી યોજી, રાહદારીઓ, દુકાનદારો તેમજ શાકભાજી વિક્રેતાઓને સંવિધાન બચાવવાના સુત્રો સાથેની પત્રિકાનું વિતરમ કરવામાં આવ્યું હતું.. કેન્દ્રીય ગૃહમંત્રીના બાબા સાહેબ આંબેડકરના નિવેદન, ગાંધીજીની વિરાસત પર હુમલો,,, વિપક્ષી નેતાઓની પજવણી,,, શિક્ષણ પર હુમલો, ભાજપ શાસનમાં વધતી અસમાનતા સહિતના મુદ્દે રેલી યોજી હતી.
મોડાસા બસ સ્ટેશનથી શરૂ થયેલી રેલી, મોડાસા ચાર રસ્તા મહાલક્ષ્મી ટાઉન ખાતે સમાપન થયું હતું,, જ્યાં ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા…. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે, બાબ સાહેબે આંબેડકરે આપેલા સંવિધાનિક હક્કો છીનવાઈ રહ્યા છે,,, મોંઘવારી સહિતના મુદ્દાઓ પર કંટ્રોલ રહ્યો નથી,, આ તમામ મુદ્દાઓ પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી હતી.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા,,, કોંગ્રેસના ભારે વિરોધ અને સુત્રોચ્ચારની અસર ક્યારે અને ક્યાં સુધી દેખાશે, તે જોવું રહ્યું,,,