ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ ખાતે UGVCL દ્વારા ઊર્જા બચત પર્વ અંતર્ગત રેલી યોજાઈ

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મેઘરજ ખાતે UGVCL દ્વારા ઊર્જા બચત પર્વ અંતર્ગત રેલી યોજાઈ

 

અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા રાષ્ટ્રીય ઊર્જા બચત પર્વના ઉપક્રમે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીની શરૂઆત મેઘરજ ૬૬ કેવી સબ સ્ટેશનથી કરી મુખ્ય માર્ગ પરથી પસાર થતી યોજાઈ હતી.

રેલી દરમિયાન UGVCLના કર્મચારીઓએ ઊર્જા બચત સાથે સલામતીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં મેઘરજ ડિવિઝન-૧ અને ડિવિઝન-૨ના ડેપ્યુટી એન્જિનિયર ઓ તેમજ RECના કર્મચારીઓ બેનરો અને પોસ્ટરો સાથે રેલીમાં જોડાયા હતા.કર્મચારીઓ દ્વારા “ઊર્જા બચાવો”, “વિજળી બચાવો – ભવિષ્ય બચાવો” જેવા નારા લગાવી લોકોમાં ઊર્જા બચત અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માર્ગ પર પસાર થતા નાગરિકોમાં પણ રેલી પ્રત્યે સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો.આ રેલી દ્વારા ઊર્જાની બચત, જવાબદાર વપરાશ અને સલામતી પ્રત્યે જનજાગૃતિ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!