જામનગર જિલ્લાના અલિયાબાડા માં આવેલ દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય,અલિયાબાડાના સ્થાપક ડૉ.ડોલરરાય માંકડની જન્મ જયંતિ નિમિત્તે મહાવિદ્યાલય ખાતે વાંચન શિબિર યોજાઇ ગઈ.
દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય, અલિયાબાડાના સ્થાપક અને પ્રખર શિક્ષણવિદ ડૉ.ડોલરરાય માંકડની જન્મજયંતિ નિમિત્તે મહાવિદ્યાલયમાં પ્રદર્શન અને વાંચન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ડો-કાકાના વિવિધ શૈક્ષણિક, સાહિત્યિક અને પ્રેરણાદાયક પુસ્તકોનું વાંચન કર્યું અને પોતાના વિચારો વ્યક્ત કર્યા.
આ પ્રસંગે મહાવિદ્યાલયના પ્રાચાર્ય તથા અધ્યાપકોએ ડો. ડોલરરાય માંકડના શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેઓના જીવનકાર્ય અને મૂલ્યોમાંથી પ્રેરણા લઈ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વાંચન શિબિરમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સમગ્ર કાર્યક્રમ શૈક્ષણિક તથા પ્રેરણાદાયક વાતાવરણમાં સંપન્ન થયો. શિબિરનું આયોજન અધ્યાપક ડો.આશાબેન પટેલ દ્વારા પ્રાચાર્ય ડૉ.રુપલબેન માંકડના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું.