MORBI મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે રોડપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત

MORBI મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે રોડપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત
મોરબી નેશનલ હાઇવે ઉપર ખુટીયો આડો ઉતરતા ડમ્પર ડિવાઈડર કુદીને અટિકા ઉપર ખાબકી કયું
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલા બંધુનગર ગામ પાસે વ્હેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ યુવાનના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા તો એક મહિલા તેની 9 માસની દીકરી સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી હતી જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ એક આખલો રોડ પર આવી ચઢતા ટ્રક ચાલક તેને બચાવવા ટ્રક બેકાબૂ બની પલ્ટી ખાઇ ગયો હતો આં દરમીયાન સામેથી આવી રહેલી અટિકા સાથે ટ્રક અથડાયો હતો . હાલ બનાવ અંગે તાલુકા પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળ ની કાયૅવાહી હાથ ધરી હતી બનાવની મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પરથી જીજે 36 એ એલ 7520 નંબરની અરટીગા કાર લઈને સુરત તરફ જઈ રહી હતી તે દરમિયાન બંધુ નગર પાસે 3484 નંબરનો એક ટ્રેક પસાર થઈ રહ્યો હતો તે ટ્રક આડે અચાનક ખૂટ્યો આવી ચડતા તેને બચાવવા જતાં ટ્રક બેકાબૂ બન્યો હતો અને પલ્ટી ખાઈ ગયો ડીવાઈડર પડયો હતો આં દરમિયાન સામે થી આવતી અટિકા કાર સાથે અથડાયો હતો.જેના કારણે કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો બનાવમાં કારમાં સવાર તુષાર બાબુભાઈ માલવિયા વરુણ વાસકલેનું ઘટના સ્થળે અને મહેશ સીંગાર નામના શખ્સનું સારવાર દરમિયાન મોત થયું હતું આં બનાવમાં સુવિતાબેન નામની મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી તો તેની પુત્રી દ્વિજાને ઈજા પહોંચી હતી જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગેની માહિતી મળતાં મોરબી જીલ્લા ટ્રાફીક પોલીસ તેમજ તાલુકા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને જરૂરી કાયૅવાહી હાથ ધરી હતી.બીજી તરફ મૃતકને પૉસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.











