
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ગુજરાત રાજ્ય આદિજાતિ મોરચાના પ્રમુખનો સત્કાર, સન્માન કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્ય આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવાજી નો સત્કાર, સન્માન અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્વોદય આશ્રમ મુકામે નૃસિંહધામ ખાતે યોજાયો, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદિજાતિ વિભાગના નરેશભાઈ પટેલ સાહેબ, રાજ્યકક્ષાના મંત્રી પી.સી બરંડા મંત્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા, વિશાળ સંખ્યામાં જન સમુદાય ભિલોડા,શામળાજી, મેઘરજ માંથી ઉપસ્થિત રહ્યો હતો. અદના કાર્યકર્તાને સાથે લઈ ચાલનારી પાર્ટીના આદિજાતિ મોરચાના પ્રમુખ, તેમજ મંત્રીઓ એ, શામળાજી તાલુકાના શામળપુર ગામના સુનિલભાઈ નટુભાઈ ગામેતી ના ઘરે ખૂબ જ સાદગી પૂર્ણ ભોજનની મજા લીધી હતી, તેમજ કાર્યકર્તાના પરિવારજનોએ ખૂબ જ પોતાની પરંપરાગત રૂઢિ પ્રમાણે મહેમાનોની આગતા, સ્વાગતા કરી હતી, અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, તાલુકા મંડળના પ્રમુખઓ, સૌ કાર્યકર્તાઓ, પ્રમુખ ધનજીભાઈ નીનામા, ગીરીશભાઈ પટેલ, નટુભાઈ ગામેતી, આજુબાજુના ગામના સરપંચ ઓ ઉપસ્થિત રહ્યા હતા.*





