DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા ડુમખલમાં જિલ્લાના સરકારી શાળાઓના આચાર્ય અને શિક્ષકઓની ચિંતન શિબિર યોજાઈ

ડેડીયાપાડા ડુમખલમાં જિલ્લાના સરકારી શાળાઓના આચાર્ય અને શિક્ષકઓની ચિંતન શિબિર યોજાઈ.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 14/12/2025 – નર્મદા જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણબેન પટેલ ઈ. આઈ. અરવિંદ રાથ સાથે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના તમામ સ્ટાફ તેમજ જિલ્લાના તમામ આચાર્યઓ અને શિક્ષકઓ સહિત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ડુમખલમાં આવનારી ૨૦૨૬ની બોર્ડ પરીક્ષા અંતર્ગત જિલ્લાના SSC/HSC પરિણામ સુધારણાના અંતર્ગત બાળકો માટેની ચિંતન શિબિર માં હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય સુરેન્દ્ર વસાવાના નેતૃત્વ હેઠળ શાળાના સ્ટાફના સહકારથી કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ અધિકારીઓ, આચાર્યઓ અને શિક્ષકઓને ડુમખલના આચાર્ય સુરેન્દ્ર વસાવા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ક્રમશઃ વિવિધ અધિકારીઓ દ્વારા કાર્યક્રમ અનુરૂપ વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા. જિલ્લાના DEO દ્વારા કાર્યક્રમ અનુરૂપ ઉદ્બબોધન કરવામાં આવ્યું.સાથે સાથે સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. સાથે જ જિલ્લાના શિક્ષકોને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ખૂબ સચોટ માહિતી આપવામાં આવી. જિલ્લાના શિક્ષકોના હિત માટે પડતર પ્રશ્નો સમયાંતરે પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિમાંશુ વસાવા દ્વારા કરવામાં આવ્યું અને અંતમાં શાળાના શિક્ષક ભાવેશ પટેલ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યો

Back to top button
error: Content is protected !!