DAHODGUJARAT

દાહોદના દર્પણ રોડ પર અજાણ્યા યુવકનું મૃતદેહ મળી આવતા બી ડીવીજન પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમં અર્થે ખસેડી પરિવારને શોધખોડ હાથ ધરી 

તા.૦૯.૧૦.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના દર્પણ રોડ પર અજાણ્યા યુવકનું મૃતદેહ મળી આવતા બી ડીવીજન પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમં અર્થે ખસેડી પરિવારને શોધખોડ હાથ ધરી

આજ રોજ તા.૦૮.૧૦.૨૦૨૪ ના મંગળવારે વાત કરીયેતો દાહોદ શહેરના દર્પણ ટોકીજ રોડ એક્સરે હાઉસની નીચે જ્યાં ઇલેકટ્રીક જનરેટર મુકેલા હોય જેની નજીક એક અજાણયા યુવકનું બે ભાન પડેલી હાલતના લોકોએ જોતા તેની નજીક આવી તપાસ કરતા તે મૃત હાલતમાં જાણવા મળતા આસપાસના ભેગા થયેલા લોકોએ પોલીસનો સંપર્ક કરતા દાહોદ બી ડીવીજન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.અને આં યુવક કોણ છે.શું નામ છે. ક્યાંથી આવ્યો છે.તેની પૂછતાજ હાથ ધરી હતી.પણ લોકોથી પૂછતાજ દરમિયાન કોઈ સંતોષ કારક જવાબ ન મળ્યો હતો.ત્યારે પોલીસે તેના શરીરે પહેરેલ કપડાના ખીસ્સા તપાસતા ખિસ્સા માંથી એક કાગળની ચિઠ્ઠી મળી આવી હતી.ત્યારે પોલીસે પંચનામું કરી લાશનો કબ્જો મેળવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી યુવકના પહેરેલ કપડાં માંથી મળી આવેલ ચિઠ્ઠીથી પરિવારની શોધખોળ હાથ ધરતા યુવકના પરિવારનો સંપર્ક કરી વધુ પૂછતાજ કરી અકસ્માત મોતના ગુનાના કાગળો કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

Back to top button
error: Content is protected !!