વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તારીખ ૧૭ થી ૧૯ જાન્યુઆરી રોજ ડાંગ જિલ્લાના વઘઇ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડાંગ જિલ્લાના સિતારાઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં એશિયન ગેમ્સમાં વર્ષ ૨૦૧૮મા ૪×૪૦૦ મીટર રીલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર, ડાંગ જિલ્લાની ગોલ્ડન ગર્લ તરીકે પ્રખ્યાત આદિવાસી દોડવીર સરિતાબેન ગાયકવાડને સન્માનિત કરવામાં આવી હતી. સાથે જ ખેલ મહાકુંભથી રમત ગમત ક્ષેત્રે પર્દાપણ કરી વર્ષ ૨૦૨૨ મા કર્ણાટક ખાતે યોજાયેલ નેશનલ ઓપન એથ્લેટીક્સ મીટમા ભાગ લઈ દસ હજાર મીટર દોડ સ્પર્ધામા ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ડાંગ જિલ્લા અને ગુજરાત રાજ્યનુ ગૌરવ વઘારનાર દોડવીર મુરલી ગાવિતને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમજ ડાંગના લોકલ એન્જિનિયર એવા વિકીભાઇને પણ સંસ્થાએ સન્માનિત કર્યા હતા. જેઓએ બાઇક એન્જીનનો ઉપયોગ કરીને ફોર વ્હિલર બનાવી છે.
આ કાર્યક્રમમાં વિધાનસભા નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ પ્રમુખ સ્વામીની સ્મૃતિઓ ને યાદ કરી હતી. તેમજ સંસ્થાની શૈક્ષણિક સેવાઓને બિરદાવી હતી.
<span;>કાર્યક્રમમાં ડાંગના માજી ધારાસભ્ય અને હાલના વલસાડ કો-ઓપરેટીવ બેન્કના ડિરેક્ટર શ્રી મંગળભાઇ ગાવિત સહિત બી.એ.પી.એસના સંસ્થાના ગુરૂજનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતાં.