
તા.૨૨.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ માં વસતા ખ્રિસ્તી સમાજ દ્રારા CNI ચર્ચ ખાતેથી ક્રિસ્મસ પર્વે નિમિતે ધાર્મિ રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા
દાહોદમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા CNI ચર્ચ ખાતેથી નાતાલના પર્વ નિમિત્તે ધાર્મિક રેલીનું આયોજન કરાયું હતું 
આજરોજ તા.૨૨.૧૨.૨૦૨૪ ના ૩.૦૦ કલાકે સમગ્ર વિશ્વમાં અખૂટ પ્રેમ, આનંદ,શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ 25મી ડિસેમ્બરના રોજ થયો હતો તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં 25મી ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણીના ભાગરૂપે 22મી ડિસેમ્બરના રોજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે CNI ચર્ચ દ્વારા દાહોદ શહેરમાં એક ધાર્મિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક રેલી CNI ચર્ચથી નીકળી શહેરના સ્ટેશન રોડ સરસ્વતી સર્કલ થઈ બિરસા મુંડા સર્કલથી પરત સાલવેશન આર્મી ચર્ચ ખાતે પૂર્ણ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા




