
-
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
બાલાસિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા ડમ્પિંગ સાઈટ બંધ કરવા માટે કલેક્ટર મહિસાગરને રજૂઆત કરવામાં આવી.


બાલાસિનોર તાલુકાના બોડેલી ગ્રામ પંચાયતના જમિયતપુરા માં ચાલતી મેસર્સ મોરિયા એનવાયરો પ્રાઇવેટ લિમિટેડ. નામની ઝેરી કેમિકલ વેસ્ટ ડમ્પિંગ સાઈડ ને તાત્કાલિક સીલ કરી કાયમી ધોરણે બંધ કરવા કલેકટર ને રજૂઆત.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના બોડેલી ગ્રામ પંચાયતના જમિયતપુરામાં ચાલતી મોરિયા એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ નામની ઝેરી કેમિકલ વેસ્ટ ડમ્પિંગ સાઈડને તાત્કાલિક સીલ કરી કાયમી બંધ કરવામાં આવે તેવી રજૂઆત સાથે બાલાસિનોર ના લોકોએ મહીસાગર જિલ્લા કલેક્ટર ની મુલાકાત કરીને આવેદનપત્ર આપેલ છે.
તેમની માંગણીઓ છે કે આ ડમ્પીંગ સાઇટને લીધે બાલાસિનોર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ ડમ્પિંગ કરવામાં આવી રહ્યો છે તેનાથી ઝેરી રસાયણો જમીનમાં ઉતરી રહ્યા છે આના કારણે વિસ્તારનું ભૂગર્ભ જળ સંપૂર્ણપણે પ્રદૂષિત થયું છે અને હવામાં ફેલાતી અસહ્ય દુર્ગંધ અને ઝેરી વાયુઓને લીધે સ્થાનિક રહીશોનું જીવવું પણ દુષ્કાળ બન્યું છે આ ડમ્પિંગ સાહેબને કારણે આરોગ્ય પર જોખમ ઊભું થયું છે અને થોડા સમય પહેલા આ વિસ્તારમાં કમળાના ગંભીર રોગચાળો ફેલાયો હતો જેના કારણે તેને કંટ્રોલમાં લેવા માટે જિલ્લાનું વહીવટી તંત્ર કામે લાગ્યું હતું.
હાલમાં
આ ડમ્પીંગ સાઈડને લઈને સ્થાનિક રીંગ બોર અને કુવાના પાણીના નમૂના લેતા તેના અનેક સેમ્પલ પીવા માટે અયોગ્ય અને જોખમી સાબિત થયા છે આ બાબત સીધી રીતે ઝેરી ડમ્પિંગ સાઇટ સાથે જોડાયેલી છે જે જન આરોગ્ય સાથે ઘોર ખિલવાડ સમાન છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે આ ડમ્પીંગ સાઈડને કારણે અને તેના પ્રદૂષણને કારણે ખેતી પશુધન અને કુદરતી વારસા ને જોખમ ઊભું થયું છે આસપાસની ફળદ્રુપ જમીન બની રહી છે જર્મન નદીનું પ્રાણી પ્રદૂષિત થવાથી ખેડૂતોની રોજીરોટી અને પશુધન પર જોખમ ઊભું થયું છે આ પ્રદૂષિત વિસ્તારની મર્યાદામાં આવે છે જે આપણા પ્રવાસન અને કુદરતી વારસા માટે કલંક સમાન છે તેઓએ માંગણી કરી છે કે કેમિકલ ડમ્પીંગ સાઇટને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવે અને કાયમી ધોરણે બંધ કરવામાં આવે દંભીર સાહેબને કારણે જમીન અને જે પાકોને નુકસાન થાય છે ત્યારે તેની સીધી અસર ખેડૂતોના જીવન અને પર્યાવરણ ઉપર પડે છે.
મહીસાગર જીલ્લા કલેકટર ને રૂબરૂ મળીને બાલાસિનોર તાલુકાના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી કે દિનશાદની અંદર આ ડબિંગ સાઇટને કાયમી ધોરણે સીન કરીને બંધ કરવામાં નહીં આવે તો હમારે ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની અને જરૂર પડે તો ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી મહીસાગર જિલ્લા પ્રશાસનની રહેશે.




