LIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO
લીંબડી- સાયલા નેશનલ હાઈવે નંબર – ૪૭ પર મરામત કામગીરી હાથ ધરાઈ

તા.13/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલને કારણે અસર પામેલા માર્ગોના ઝડપી સમારકામ અને દુરસ્તીકરણ માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત રાજ્યમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રીય ધોરીમાર્ગોને સુગમ બનાવવા યુદ્ધના ધોરણે મરામત કામગીરી થઈ રહી છે જે અંતગર્ત ગુજરાતના મુખ્ય માર્ગો પૈકીના એક એવા નેશનલ હાઈવે નંબર ૪૭ પર, લીંબડીથી સાયલા વચ્ચેના માર્ગ પર તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી મરામતથી વાહનવ્યવહાર વધુ સુગમ બનશે આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજન બદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.




