BHARUCHGUJARAT

ભરૂચ : લુ લાગવાથી બચીએ: તકેદારીના પગલાં ભરીએ: આપત્તિ વ્યવસ્થાપન તંત્રનો અનુરોધ…

ભરૂચ : લુ લાગવાથી બચીએ: તકેદારીના પગલાં ભરીએ: આપત્તિ વ્યવસ્થાપન તંત્રનો અનુરોધ..

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૨/૦૪/૨૦૨૪

 

ઉનાળાની ઋજુ કાળઝાળ ગરમી રહી છે. રાજ્યમાં દિવસો દરમિયાન વધુ રહેવાની શક્યતા છે. અનુલક્ષીને નાગરિકો આરોગ્ય તથા આસપાસ વસતાં પક્ષીઓને લૂથી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે.

 

લુ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું: રેડિયો સાંભળો,ટી.વી. જૂઓ, હવામાન અંગે ના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું. વાઈ, હૃદય, કીડની કે યકૃત સંબંધી બીમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમ જ જેમના શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડોકટરની સલાહ લેવી.

શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી સહિતના પીણાનો ઉપયોગ કરવો. વજનમાં હળવા હોય તેવા સુતરાઉ વસ્ત્રો પહેરવા. ઘરની બહાર હોય ત્યારે માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપી થી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સન સ્ક્રીન લગાવો. પ્રાથમિક સારવાર માટેની તાલીમ મેળવી લેવી. બાળકો, વૃધ્ધો, બીમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લુના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી લેવી. પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. બાળકો, વૃદ્ધો, બીમાર વ્યક્તિ વધુ વજન ધરાવતા વ્યક્તિ કે છે, તેમની વિશેષ જેઓ “યુના ભોગ બનવાની સંભાવના સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી લો.

 

 

 

 

“કામદારો માટે આટલું કરો.

 

કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. સાથોસાય તમામ કામદાર માટે યુદ્ધ પાણી, છાશ, ઓ.આર.એસ, બરફના પેક, પ્રાથમિક સારવારની પેટી ની વ્યવસ્થા કરવી- કાર્ય કરતી વખતે સીધો સુર્યપ્રકાશ આવે તેવી સ્થિતિ ટાળવી, સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવવું જે કામદાર વધુ ગરમીવાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલા નથી તેમને હળવું તેમજ ઓછી અવિષે માટે કામ આપવું. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપવું, કામદારોને ટીટવેલ ઍવર્ટ વિશે માહિતગાર કરવા. પંખાનો ઉપયોગ કરવો.

 

ઘરને શીતળ રાખવા માટેઃ

 

ઘરની દીવાલોને સફેદ રંગથી રંગો. ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે કૂલ રુફ ટેકનોલોજી, હવાની અવર જવર માટે ક્રોસ વેંટીલેશન અને થર્મો કૂલ ઇન્સુલેશનનો ઉપયોગ કરો. સૂકા ઘાસની ગંજી છત પર રાખો અથવા શાકભાજી પણ ઉગાડી શકો. ઘરની બારીઓ ઉપર સૂર્યપ્રકાશને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનીયમ ફોઇલ કવર વાળા પૂંઠા લગાવો. ઘેરા રંગના પડદા, બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત રાત્રે જ બારીઓ ખોલો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!