હાલોલની જવાહર નગરમાં એક રહેણાક કોમ્પ્લેક્સમા વિજમિટરોમાં આગ લાગતા મચી અફરાતફરી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૬.૨૦૨૫
હાલોલ શહેરમાં છાસવારે જતા વીજ પ્રવાહ થી નગરજનો ત્રાસી ગયા છે,ત્યારે આજે સોમવારે સમી સાંજે વરસેલા વરસાદ બાદ જવાહર નગરમાં એક રહેણાક કોમ્પ્લેક્સ મા લગાવવમાં આવેલા વીજ મીટરો માં આગ લાગવાની ઘટના બનવા પામી હતી.બેઝમેન્ટ માં એમજીવીસીએલ ના લગાવવમાં આવેલા આઠેક જેટલા વીજ મીટરો પૈકી એક વીજ મીટર માં ફોલ્ટ થતા તેમાં આગ લાગી હતી. રહીશો એ ફાયર કોલ કરતા હાલોલ નગરપાલિકા ની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ થાળે પાડી હતી, જો કે ત્યાં સુધી ત્રણ વીજ મીટર આગ ની ઝપટ માં આવી જતા સંપૂર્ણ સળગી ગયા હતા. બનાવની જાણ હાલોલ શહેર એમજીવીસીએલ ની ટીમ ને થતા તેઓ ઘટન સ્થળે પહોંચ્યા હતા અને કોમ્પ્લેક્સ નો વીજ પ્રવાહ કાપી નાખ્યો હતો, અને સળગી ગયેલા વીજ મીટર બદલવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હોવાની જાણકારી એમજીવીસીએલ ના ડેપ્યુટી ઈજનેર પાસેથી મળી છે, પરંતુ રહીશો ના મકાનો માં જતી વીજ લાઈનો આગ માં સળગી ગઈ હોવાથી તે નું સમારકામ થયા પછી જ ત્રણ મકાનો માં વીજ પ્રવાહ શરૂ કરવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું છે.








