
ઝઘડીયા તાલુકાના સંજાલી ગામના આર્મીમાં ફરજ બજાવતા જવાન નિવૃત્ત થતા તેઓનું ભવ્ય સ્વાગત રાજપારડી ખાતે કરવામાં આવ્યું.



પોતાની સેવા સમાપ્તિ બાદ આજ રોજ વતન પરત ફરેલ આર્મી મેન નું રાજપારડી ચાર રસ્તા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, ઝઘડીયા તાલુકાના સંજાલી ગામના વતની દેવેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલએ ઇન્ડિયન આર્મીમાં 2007 મા જોઈનીગ કર્યું હતું તેઓ ની ચાલુ વર્ષે સેવા પૂર્ણ થતા ઘરે પરત ફર્યા છે, તેઓએ અલગ અલગ રાજ્યમાં ફરજ બજાવી હતી જેમકે મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, જમ્મુ_કાશ્મીર, લેહ લડાખ…
UN ની અલગ અલગ દેશની આર્મી સાથે સાઉથ આફ્રિકા માં પણ સેવા આપી હતી, આર્મી માં સેવા સમાપ્ત થતાં ઘરે પરત ફરતા તેઓ નું આજરોજ રાજપારડી ચાર રસ્તા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, મોટી સંખ્યામાં લોકો આર્મી મેન ને ફુલહાર પેહરાવી સ્વાગત કરાયું હતું. ડીજેના તાલે દેશભક્તિ ના ગીતો માં લીન થઈ શોભા યાત્રા રાજપારડી નગરમાં ફેરવવામાં આવી હતી
ઈરફાનખત્રી
રાજપારડી




