ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જિલ્લામાં ૧૪ મી નવેમ્બર થી ૧૯ મી નવેમ્બર એ મહેસુલી મેળા યોજાયા

આણંદ જિલ્લામાં ૧૪ મી નવેમ્બર થી ૧૯ મી નવેમ્બર એ મહેસુલી મેળા યોજાયા

તાહિર મેમણ – આણંદ – 22/11/2024 – આણંદ – રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીના પ્રશ્નોનો સમય મર્યાદામાં, ત્વરિત, હકારાત્મક અને સ્થળ ઉપર જ નિકાલ આવે તે માટે મળેલ સૂચનાનુસાર આણંદ જિલ્લામાં ક્ષતિ સુધારણા અને વારસાઈની કામગીરીને ઝૂંબેશ સ્વરૂપે હાથ ધરવા જિલ્લા કલેકટર માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં તા. ૧૧ મી નવેમ્બરથી પ્રાંત કક્ષાએ મહેસુલી મેળા યોજવામાં આવી રહ્યા છે, જે આગામી તા. ૧૧ મી ડિસેમ્બર સુધી યોજાશે.

જે અન્વયે આણંદ જિલ્લામાં પેટલાદ, આણંદ, બોરસદ અને ખંભાત એમ ચાર પ્રાંતના મહેસુલી મેળા તા. ૧૪ મી નવેમ્બર થી તા. ૧૮ મી નવેમ્બર દરમિયાન યોજવામાં આવ્યા હતા. આ મહેસુલી મેળા દરમિયાન ઉપસ્થિત નાગરીકો દ્વારા ક્ષતિ સુધારણા, વારસાઈ, સમાજ સુરક્ષા, રેશનકાર્ડમાં સુધારા વધારા, રેશનકાર્ડ તથા પી.એમ. કિસાન યોજનાને લગતી e-kycની કામગીરી તેમજ એગ્રી સ્ટેક ફાર્મર રજીસ્ટ્રેશનની કામગીરીની કુલ મળી ૨૬૪૮ અરજીઓ રજુ કરવામાં આવી હતી. જે તમામ અરજીઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતુ.

તેવી જ રીતે આણંદ ગ્રામ્ય વિસ્તારનો મહેસુલી મેળો ઓડ નગરપાલિકા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ૮ ક્લસ્ટરના ગામોના કુલ ૨૯૯ પ્રશ્નો મળ્યા હતા, જયારે બોરસદ પ્રાંતના બોરસદ તાલુકાના કસુંબાડ ગામે અને આંકલાવ તાલુકાના અંબાવ ખાતે યોજાયેલા મહેસુલી મેળામાં અનુક્રમે ૫૦૧ અને ૪૭૮ અરજીઓ, જ્યારે ખંભાત પ્રાંતના ખંભાત તાલુકાના કંસારી ગામે અને તારાપુર તાલુકાના ઉંટવાડા ખાતે યોજાયેલા મહેસુલી મેળામાં કંસારી ખાતે ૪૪૮ અને ઊંટવાડા ગામે ૩૮૯ અરજીઓ મળીને આણંદ જિલ્લામાં તા. ૧૪ થી ૧૮ નવેમ્બર દરમિયાન યોજાયેલા ૭ મહેસુલી મેળા દરમિયાન લોકોની ૨૬૪૮ અરજીઓ મળી હતી. જે તમામનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતુ.
જિલ્લામાં યોજાયેલા આ ૭ મહેસુલી મેળા દરમિયાન નાગરીકો દ્વારા ક્ષતિ સુધારણાની ૧૧૫, વારસાઈની ૨૩૯, સમાજ સુરક્ષાને લગતી ૧૨૧, રેશનકાર્ડમાં સુધારા વધારાની ૩૫૦, રેશનકાર્ડ તથા પી.એમ. કિસાન યોજનાને લગતી e-kycની કામગીરીની ૧૨૭૦ તેમજ એગ્રી સ્ટેક ફાર્મર રજીસ્ટ્રેશનની કામગીરીની ૫૫૩ મળી કુલ ૨૬૪૮ અરજીઓ મળી હતી, જે તમામ અરજીઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતુ, તેમ નિવાસી અધિક કલેકટરની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!