
જૂનાગઢ જિલ્લા કક્ષાના ભગવદ ગીતા યોજના અંતર્ગત ગીતાંશ કંઠપાઠ અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની સમીક્ષા બેઠક તા. ૧૯ નવેમ્બરના યોજાશે.જૂનાગઢ જિલ્લાની શ્રીમદ ભગવદગીતા યોજના અને સુભાષિત કંઠપાઠ યોજનાઓમાં ભાગ લેનાર તમામે તાલુકાઓમાં નક્કી થયેલા સમીક્ષા કેન્દ્રો પર તા.૧૯/૧૧/૨૦૨૫ ના રોજ ૧૦:૦૦ કલાકે ઉપસ્થિત રહેવાનુ રહેશે.જેમા જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્ય,વંથલી, ભેસાણ માટે જાવિયા સ્કૂલિંગ સીસ્ટમ-જૂનાગઢ, શ્રીનાથજી પાર્ક ઝાંઝરડા ગામ જૂનાગઢમાં યોજાશે. તેમજ વિસાવદર તાલુકામ માટે સરકારી હાઈસ્કૂલ-, બસસ્ટેન્ડ પાછળ, વિસાવદર ખાતે યોજાશે. કેશોદ, માળીયા હાટીના , માંગરોળ , મેંદરડા તાલુકાઓ માટે શ્રી ડી.ડી.વિદ્યાલય-કેશોદ,આંબાવાડી કાપડ બજાર-કેશોદ ખાતે રજીસ્ટ્રેશન મુજબના પ્રતિભાગીઓએ સમયસર ઉપસ્થિત રહેવુ. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા સંસ્કૃત ભાષાના વિકાસ અને સંવર્ધન અને ગૌરવ વધારવાના ઉમદા હેતુ સાથે શ્રીમદ ભગવદગીતા યોજના અને સુભાષિત કંઠપાઠ યોજના કાર્યરત કરવામાં આવી છે. જેમા સમગ્ર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં પ્રતિભાગીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે.એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




