
તા.૧૩.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર

Dahod:દાહોદ જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને SRM ટીમની રીવ્યુ બેઠક યોજાઈ
દાહોદ જિલ્લામાં તારીખ ૧૦ થી ૧૩ ડિસેમ્બર દરમિયાન આરોગ્ય વિષયક કાર્યક્રમો અને કામગીરીના મુલ્યાંકન અર્થે રાજ્ય કક્ષાએથી નિયુક્ત કરવામાં આવેલ SRM (સ્ટેટ રીવ્યુ મિશન) ની ટીમ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ આરોગ્ય કચેરીઓ તેમજ HWC, PHC, CHC,SDH તેમજ જિલ્લા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આરોગ્યના વિવિધ કાર્યક્રમોની અમલવારી, સેવાઓની ગુણવત્તા, ઉપલબ્ધ સુવિધાઓ તેમજ કાર્યપ્રણાલી અંગે ટીમ દ્વારા વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત મુલાકાત દરમિયાન થયેલ નિરીક્ષણના આધારે આરોગ્યના વિવિધ કાર્યક્રમો સબબ ટીમના પ્રતિભાવો, અમલીકરણમાં સુધારા તેમજ આદર્શ કામગીરી બાબતે વિગતવાર ફીડબેક જિલ્લા પંચાયત દાહોદના સભાખંડ ખાતે આયોજિત બેઠકમાં પાવરપોઈન્ટ સ્લાઈડ ના માધ્યમથી રજૂ કરવામાં આવ્યું હતું. આ ફીડબેક આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દાહોદ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO)ને રજૂ કરવામાં આવ્યું હતું. SRM ટીમની મુલાકાત, તેમના દ્વારા લીધેલ અવલોકનોના આધારે જિલ્લામાં આરોગ્ય સેવાઓની હાલની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું તેમજ દરેક કક્ષાએ જરૂરી સુધારાઓ, ત્રુટીઓ અને સારી કામગીરી બાબતે ઉપસ્થિત સહુને દિશાસુચન અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ તેમજ ભવિષ્યની કામગીરી માટે મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા હતા.આ બેઠકમાં જિલ્લાના આરોગ્યના તમામ પ્રોગ્રામ ઓફિસરઓ, તાલુકા હેલ્થ ઓફિસરઓ, તમામ DPC તથા જિલ્લા આરોગ્ય ટીમના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા



