GUJARATJUNAGADH

બરડા અભ્યારણ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે

બરડા અભ્યારણ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે

૧૦ મી ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬ થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી મુખ્યત્વે સાસણ ગીર ખાતે કરવામાં આવે છે. પરંતુ ૧૪૩ વર્ષ બાદ સિંહોનું કુદરતી રીતે બરડા અભયારણ્યમાં આગમન થતાં ગુજરાત સરકાર એશિયાઈ સિંહના સંરક્ષણ અને સંવર્ધન અર્થે અથાગ પ્રયત્નો કરી રહેલ છે જેના અનુસંઘાને બરડા અભયારણ્યમાં હાલ ૧૭ જેટલા એશિયાઇ સિંહોનો કાયમી વસવાટ કરે છે.જેથી ચાલુ વર્ષમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીનું આયોજન બરડા અભયારણ્ય ખાતે કરવાનું નક્કી કરેલ છે. જેના ભાગરૂપે પોરબંદર વન વિભાગ હેઠળની ભાણવડ રેન્જનાં કાર્યક્ષેત્ર વિસ્તારમાં મુ.ટીંબડી તા.ભાણવડ જી.દેવભૂમિ દ્વારકા ખાતે આગામી તા.૧૦/૦૮/૨૦૨૫ નાં રોજ રાજ્યકક્ષાનાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર છે.વઘુમાં બરડા અભયારણ્ય ખાતે ઓકટોબર- ૨૦૨૪ થી પ્રવાસીઓ માટે બરડા જંગલ સફારીનો શુભારંભ કરવામાં આવેલ છે. જેનાથી ભવિષ્યમાં બરડા અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારમાં ઇકો-ટુરિઝમને લગત પ્રવૃતિઓને વેગ મળશે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!