
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના પ્રભારી સચિવ રૂપવંત સિંઘની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ
પ્રભારી સચિવ એ જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું
અરવલ્લી જિલ્લાના પ્રભારી સચિવ રૂપવંત સિંઘની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર કચેરી મોડાસા ખાતે ગ્રામ્ય વિકાસના વિવિધ વિભાગની કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રભારી સચિવએ વિવિધ જિલ્લા કક્ષાના વિભાગોના અધિકારીશ્રીઓ પાસેથી વિભાગવાર માહિતી મેળવી કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠક દરમિયાન ગ્રામ્ય વિકાસ, સ્વચ્છતા, અનાજ પૂરવઠા, માર્ગ મરામત, શિક્ષણ, બાળકોના પોષણ પર વિશેષ ભાર મૂકી પરિણામલક્ષી કાર્ય કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, નિવાસી અધિકારી કલેકટર ડી.વી.મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુચારા, મોડાસા પ્રાંત અધિકારી વિશાલ પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




