DAHODGUJARAT

જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે આરોગ્ય વિભાગના વિવિધ પ્રોગ્રામની રીવ્યુ બેઠક યોજાઈ

તા.૦૫.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે આરોગ્ય વિભાગના વિવિધ પ્રોગ્રામની રીવ્યુ બેઠક યોજાઈ

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના અધ્યક્ષ સ્થાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડિકલ ઓફિસરઓ અને તાલુકા હેલ્થ ઓફિસરઓ સાથે રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી. આરોગ્ય અંગેની સરકાર દ્વારા અપાતી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ છેવાડાના માનવીને મળે તે માટે સમગ્ર આરોગ્ય તંત્રની મુખ્ય જવાબદારી છે.આ દરમ્યાન રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ, નોન કોમ્યુકેબલ ડિસીઝ પ્રોગ્રામ,(ડાયાબિટીસ હાયપર ટેન્શન કેન્સર),નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા), એપેડેમિક વિશે વિગત વાર રીવ્યુ કરવામા આવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરી નબળી છે, તેમને કામગીરીમાં સુધારો કરવા માટે સૂચના આપવામાં આવી હતી. સાથે આવનાર સમયમાં ફરીથી રીવ્યુ કરવામાં આવશે તેમજ તમામ તાલુકા હેલ્થ ઓફિસરઓ સબ સેન્ટર સુધીની કામગીરીનું રીવ્યુ કરે અને મુલાકાત લઇ જે કર્મચારીઓની કામગીરીમાં સુધારો ના જણાય તો તેમને જિલ્લા કક્ષાએ નામ મોકલી તે કર્મચારી પર જીલ્લા કક્ષાએથી કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું.આ મીટીંગમાં અધિક જીલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી, જીલ્લા RCHO  મેલેરિયા અધિકારી તમામ તાલુકા હેલ્થ ઓફિસરઓ, તમામ મેડિકલ ઓફિસરઓ સહિત દાહોદ જીલ્લાનો આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો

Back to top button
error: Content is protected !!