
નર્મદા જિલ્લાના રોલ ઓબ્ઝર્વર સંદીપ સાગલેના અધ્યક્ષતાને SIR કાર્યક્રમ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
બેઠક દરમિયાન રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને જિલ્લામાં Uncollectable ફોર્મ એકત્રિત કરનાર BLO સાથે રૂબરૂ ચર્ચા કરાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
ભારતના ચૂંટણી આયોગ દ્વારા મતદારયાદી માટેનો SIR કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી માટેના SIR કાર્યક્રમ અંગે જિલ્લાના રોલ ઓબ્ઝર્વર સંદીપ સાગલે (આઈએએસ), ડિરેક્ટર જનરલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર એસ.કે.મોદી ઉપસ્થિત રહ્યાં હતાં.
જિલ્લા કલેક્ટર કચેરી નર્મદા ખાતે આયોજિત સમીક્ષા બેઠકમાં રોલ ઓબ્સર્વર સંદીપ સાગલેએ સર્વ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સંદર્ભે પ્રશ્નો અને સમસ્યાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. રોલ ઓબ્સર્વર દ્વારા તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ સહકાર આપવા અને મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ભાગ લેવા બદલ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
તેમજ બેઠક દરમિયાન જિલ્લામાં Uncollectable ફોર્મ એકત્રિત કરનાર BLO સાથે પણ રૂબરૂ ચર્ચા કરવામાં આવી હતી. BLO દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી અને મતદાર યાદીની ચોકસાઈ, પારદર્શિતા તથા વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે લેવાયેલા પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી.
રોલ ઓબ્ઝર્વર દ્વારા જિલ્લા થયેલી BLOની કામગીરીની પ્રશંસા કરી તેમજ આગામી સમયમાં કામગીરી વધુ અસરકારક અને સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ખાસ કરીને SIR 2026 અંતર્ગત મતદાર નોંધણી પ્રક્રિયા, મૃત/સ્થળાંતરિત/ડુપ્લિકેટ મતદારોના નામ દૂર કરવાની પ્રક્રિયા તથા મતદાર યાદી શુદ્ધિકરણની કામગીરી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠક દરમિયાન BLOને ફીલ્ડ લેવલ પર આવતા પડકારો અંગે ચર્ચા કરવામાં આવી અને તેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે માર્ગદર્શક અને સલાહ-સૂચનો આપવામાં આવ્યા હતાં. આ બેઠકમાં નાંદોદ પ્રાંત અધિકારી પરસનજીત કૌર, દેડિયાપાડા ઇન્ચાર્જ પ્રાંત અધિકારી વી.બી.દરજી, સહિત BLO ઉપસ્થિત રહ્યા હતાં.



