GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલની વૃંદાવન પાર્ક સોસાયટીમા બોલેરોને આગ લગાડવાના કીસ્સામા ચાર સામે ગુનો નોંધાયો
તારીખ ૩૦/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના વૃંદાવન પાર્ક સોસાયટીમા ઘર આંગણે મુકેલ બોલેરો ગાડી ને પેટ્રોલ જેવુ પ્રવાહી છાંટી સળગાવી દેવાના અંગત અદાવત ના પ્રકરણમા કાલોલ પોલીસ દ્વારા જોગીન્દરસિહ નાનકસિહ દુધાણી ની ફરીયાદ આધારે ગુનો દાખલ કર્યો છે. સોનુંસીંગ મકબલસીંગ બાવરી અને પ્રવીન્દરસિંગ મકબલસિંગ બાવરી બન્ને રે. ભાદરવા તેમજ રોહિતસિંગ ગોવિંદસિંગ સિકલીગર અને ગોવિંદસીંગ મંગલસીંગ સિકલિગર બન્ને રે જાંબુડી એમ ચાર ઈસમોએ અગાઉના ઝગડાની અદાવત રાખી કાલોલ કોર્ટ મા ચાલતા કેસ મા સમાધાન કરવા દબાણ કરતા હોય ફરિયાદીએ સમાધાન કરવા ના પાડતા બોલેરોને આગ લગાડી હોવાની વિગતો થી ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ ૩૨૬(૧) અને ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.